રાજાની ઉદારતા
રાજા શિબિ મહાન શાશક હતા.તેઓ ખ્બ જ દયાલુ હત.રાજ્યની પ્રજાને પોતનાસંતાનોની જેમ પ્રેમ કરતા.પ્રણીઓ પન તેમ્ને બહુ વહાલા.જરુરરિયાતવાલે કોઇ પન વ્યક્તી તેમ્ની મદદ લિધા વગર પાછે ન જતે.તેથી જ તેમ્ની ખ્યતી દુર શુધે ફેલાઈ હતી.
એકા દિવસની વાત ચી.રજા શેબે દરબાર ભરેને બેથા હતા.અચાનકા એક કબુતર ઉદ્તુ-ઉદ્તુ દરનબારમાં આવી પહોંચ્યું.તે રજાના ખોલામા બેથું.બહુ ગભરાયેલું હતું.તેને કહુયું,'હે રાજન,મરા દુશમન મને બચાવો.મને મરે નખવા મતે એ મરે પચલ પદ્યો ચી.' રાજા એ કહ્યું,'હે પ્રિયે પંખી ડરીશ નહિ.અહી તરે ભય રખવાની જરુ ર નથિ.'
કબુતર પાચલ પદેલું બાજ આવે પહોંચ્યું.રાજાએ કબુતર ને આપેલું વચન તે શભલી ગયો હતો.તેને ખ્યુ,'હું બહુ ભુખ્યો છુ.અને આ પંખી મારો ખોરાક છે.મારો ખોરાક ખાતા તમારે મને ના રોકવો જોઈઅ.પંખીઓ ના મામલામા તમારે દખલગિરી ના કર્વી જોઈએ.
બાજની વાત સાભંળિ ને રાજએ કહ્યું,'તો પછે હું તરા મતે બીજા ભોજનની વ્યવસ્થા કરું.આ નાનાકડા પંખી કરતા એ મજેદાર હસે. બાજ કહે,'કબુતર જ મરો ખોરાક છે.મરે બિજુ ભોજેન નથી જોઈતું.
એ જ વખતે કબુતર અને બાજ અચાનક ગયબ થઈ ગયા.એ બંનેના સ્થાને ભગવાન પ્રગટ થયા અને કહ્યું,'હે રાજા અમે તો તમારી પરીક્સા લેવા આવ્યા હતા.તમરી દયાભાવના અને પરોપકારી વ્રુતી જોએને સાચે જ અમે પ્રસન્ન થયા છીએ.
રાજા શિબિએ પણ નમ્રતા થી માથું નમાવ્યું અને તેમનો આભાર માન્યો.
[2]દગાખોર મિત્ર
સોનેરી વનમાં હરણ અને કાગડો પાકા દોસ્ત હતા. એક વાર હરણ ચરીને પાછું ફરતું હતું ત્યારે સાથે શિયાળ પણ હતું. શિયાળને જોતા જ કાગડો ગુસ્સે થયો. તેણે હરણને પૂછ્યું, ‘આ શિયાળ તારી સાથે કેમ છે?’ હરણે જવાબ આપ્યો, ‘શિયાળનું વનમાં કોઈ નથી એટલે મારી સાથે દોસ્તી કરવા માગે છે.’ શિયાળ ગયું, પછી કાગડાએ હરણને કહ્યું, ‘શિયાળ તને દગો દેશે.
તું એનાથી દૂર રહે.’ હરણે તેની વાત ન માની. તે શિયાળની મીઠી વાતોમાં ફસાઈ ચૂકયું હતું. પણ સ્માર્ટ કાગડો શિયાળ પર નજર રાખતો. લુચ્ચું શિયાળ હરણને વિશ્વાસમાં લઈ તેનો શિકાર કરવા માગતું હતું. એક વાર શિયાળ હરણને મકાઈના ખેતરમાં લઈ ગયું. ખેતરના માલિકે ત્યાં જાળ પાથરી હતી એ શિયાળ જાણતું હતું. શિયાળે વિચાર્યું, ‘હરણ જાળમાં ફસાશે, હું બૂમ પાડીશ, ખેતરનો માલિક આવશે અને હરણને મારી નાખશે. બસ, પછી તો શિકાર મારા મોંમાં.’ ભોળીયું હરણ સાચે જ જાળમાં ફસાઈ ગયું. તેણે બૂમ પાડી.
શિયાળે કહ્યું, ‘તારું મૃત્યુ નજીક જ છે. હું બૂમ પાડીશ, ખેતરનો માલિક આવશે અને તને મારી નાખશે. પછી હું તને શાંતિથી ખાઈશ.’ ત્યારે હરણને કાગડાની વાત યાદ આવી. તે રડવા લાગ્યું. એ જ વખતે કાગડો આવી પહોંરયો. તેણે કહ્યું, ‘હરણ તેં મારી વાત ન માની અને આજે તું મોતના મુખમાં આવી પહોંરયો. હવે હું કહું એમ કર.’
કાગડાએ હરણને આખી યોજના સમજાવી અને પોતે એક ઝાડ ઉપર બેસી ગયો. આ બાજુ શિયાળનો અવાજ સાંભળી ખેતરનો માલિક આવી પહોંરયો. હરણને જોઇ તે બોલ્યો હું તને નહીં છોડું અને તે હરણ તરફ ગયો. નજીક જઈને જોયું તો હરણ મૃત પડયું હતું. તેણે હરણને જાળમાંથી બહાર કાઢયું. શિયાળ ઝાડીઓ પાછળ સંતાઈને જોઈ રહ્યું હતું.
[3]લાલચ છે મોટો દુર્ગુણ
સુંદરવનમાં છોટુ સસલો તેના સાથીમિત્રો સાથે રહેતો હતો. એક વખતની વાત છે. વનના રસ્તેથી ભટુ અને ગટુ નામે બે ભાઈઓ શહેર તરફ જઈ રહ્યા હતા. શહેર તરફ જવાનો રસ્તો ઘણો લાંબો હતો.
વળી, એ બંને ચાલીને થાકી પણ ગયા હતા. તેથી એક ઘટાદાર ઝાડ નીચે આરામ કરવા બેઠા. ભટુ અને ગટુને કકડીને ભૂખ લાગી હતી, પણ ખાય શું? એવામાં જ ગટુની નજર ઝાડ ઉપર ગઈ. જોયું તો એ આંબો હતો. તેના ઉપર ઘણી બધી કાચી-પાકી કેરીઓ લટકતી હતી. તરત જ ગટુએ ભટુને કેરી તોડવાનું કહ્યું. ભટુ ફટાફટ આંબા ઉપર ચઢી ગયો અને પંદરેક જેટલી કેરીઓ તોડીને નીચે ફેંકી.
પાંચ કેરી ખાધી ને બંનેનું પેટ ભરાઈ ગયું. બાકીની કેરી પોટલીમાં મૂકી દીધી. ભટુ કહે, બાકીની કેરી આપણે સાથે લઈ જઈએ. રસ્તામાં ભૂખ લાગશે તો કામ આવશે. થોડી વાર વાતો કર્યા પછી બંને ભાઈ આંબા નીચે જ સૂઈ ગયા.
ત્યાં તો છોટુ સસલો અને રોની રીંછ મસ્તી કરતા-કરતા આવી પહોંરયા. તેમને કેરીની સુગંધ આવી. બંનેના મોઢામાંથી લાળ ટપકવા માંડી. રોની કહે, ‘છોટુ, આજે તો આપણને વગર મહેનતે જ ખોરાક મળી ગયો છે. જો, આ બે જણ કેવા ઊધે છે! તેમને ખબર ન પડે એ રીતે પેલી પોટલી તું લઈ આવ.’
પછી આપણે બંને આ ફળની લિજજત માણીએ. છોટુ નાનકડો હતો એટલે હળવેકથી તેણે કેરીની પોટલી લઈ લીધી. રોની અને છોટુએ ધરાઈને કેરી ખાધી. તો પણ પાંચ કેરી બાકી રહી ગઈ. છોટુ કહે, ‘રોની, ચલ જલદી આ લોકો જાગે એ પહેલાં કેરીઓ લઈને આપણે રફૂચક્કર થઈ જઈએ.’
રોની કહે, ‘જો ને એ લોકો કેવા ઘસઘસાટ ઊધે છે. એમ કંઈ હમણાં નહીં જાગે. આંબાના છાંયામાં આપણે પણ થોડો આરામ કરી લઈએ. પછી કેરી લઈને નિરાંતે જઈશું.’
એમ કરીને છોટુ અને રોની બંને આંબા નીચે સૂઈ ગયા. થોડી જ વારમાં ગટુની આંખ ખૂલી. જોયું તો પોટલીમાંથી પાંચ કેરી ગાયબ હતી. તેણે તરત જ ભટુને જગાડયો. બંનેએ વિચાર્યું કે જેણે પણ આપણી કેરી ખાધી છે તે અહીં જ હોવા જોઈએ. આજુબાજુ, સામે બધે જોયું પણ કોઈ દેખાયું નહીં. છેવટે આંબાની પાછળ ભટુએ નજર કરી તો સસલાભાઈ અને રીંછભાઈ આરામથી ઊઘતા હતા. કેરીના છોતરાનો ઢગલો પણ ત્યાં જ પડયો હતો. ગટુ અને ભટુએ હાથમાં લાકડી લીધી અને બંનેને ફટકારવાનું શરૂ કર્યું. રોની અને છોટુ એવા તો ભાગ્યા કે પાછા વળીને જોયું પણ નહીં.
છોટુ કહે, ‘જોયું ને રોની, વગર મહેનતે ખાધેલું ભોજન અને લાલચનું પરિણામ શું આવ્યું! જાતમહેનતથી કરેલા કામનું પરિણામ હંમેશાં સારું આવે, પણ આપણે બંનેએ ખોટું કામ કર્યું. એની જ આપણને સજા મળી.’
‘સાચી વાત છે છોટુ. આજે આપણને જે શીખ મળી છે એ ઉપરથી ખરેખર સમજવું જોઈએ કે લાલચ નામના દુર્ગુણને આપણે જડમૂળથી દૂર કરી દેવો જોઈએ. અને જાતમહેનત ઉપર ભરોસો રાખી હંમેશાં સારા ગુણ અપનાવવા જોઈએ
[4]પ્રામાણિકતાનો પાઠ
કેદારવનની રમણીય શોભા અને પ્રાણીઓની એકતાને કારણે આખા વનમાં ખુશીનો માહોલ હતો. વનના બધા પ્રાણીઓ સંપીને રહેતા હતા એમાં સોનુ હાથીની મહેનત જવાબદાર હતી. વનનો સૌથી જૂનામાં જૂનો ટીચર સોનુ જ હતો. તે સ્કૂલમાં બધા જ પ્રાણીઓને પ્રામાણિકતાનો પાઠ શીખવાડતો અને જ્ઞાનની વાતો કરતો.
પ્રાણીઓની એકતા બંપી શિયાળને ગમતી નહીં. તે વનના પ્રાણીઓને ઝઘડાવવાના કેટલાય પ્રયત્નો કરી ચૂકયો હતો પણ તે સફળ થયો ન હતો. એક દિવસ સવારમાં સોનુ ફરવા નીકળ્યો ત્યારે સરકસના કેટલાક માણસો તેને પકડીને લઈ ગયા. સરકસમાંથી તે ભાગી ન જાય એ માટે તેના ઉપર સખત નજર રાખવામાં આવી. તેમ છતાં થોડા દિવસ બાદ મોકો મળતાં જ તે ત્યાંથી વન તરફ ભાગ્યો. ત્યાં પહોંચતા જ તેને જૂના દિવસો યાદ આવી ગયા. એ દિવસો કે જયારે તે પોતાના મિત્રો સાથે કશીય રોકટોક વગર ફરતો. ખૂબ મોજમસ્તી કરતો. વનની એકતા જોઈને તે ખુશ થઈ જતો. કોબુ કાચબો, વીનુ વાનર તેની સાથે મસ્તી કરતા. આ બધા વિચારોમાં ખોવાયેલો સોનુ છેવટે વનમાં પહોંચી ગયો.
સોનુ વારાફરતી તેના મિત્રો પાસે જતો જ હતો કે વનનો માહોલ તેને બદલાયેલો લાગ્યો. સોનુ વિચારવા લાગ્યો કે બધાને શું થયું છે? કોઈએ પણ સોનુને સરખી રીતે બોલાવ્યો નહીં. વનનો આવો માહોલ જોઈને સોનુ દુ:ખી થઈ ગયો. તે ઉદાસ મને એક ઝાડ નીચે બેઠો. એ ઝાડની બખોલમાં છોટુ સસલો રહેતો હતો અને ઝાડની ઉપર વીનુ વાનર કૂદાકૂદ કરતો. થોડી જ વારમાં છોટુ તેની બખોલમાંથી બહાર નીકળ્યો અને તેણે વીનુને કહ્યું, ‘જયારથી પેલો સોનુ અહીં બેઠો છે ત્યારથી મારી બખોલમાં અંધારું થઈ ગયું છે. તેના ભારેખમ શરીરને કારણે સહેજ પણ અજવાળું આવતું નથી.’
વીનુએ પણ છોટુની વાતને ટેકો આપ્યો. અને તે બોલ્યો, ‘હા, જોને આપણને જે ઝાડનો આશરો છે એ ઝાડના જ તે પાંદડાં ખાય છે. આમ તો એક દિવસ એવો આવશે કે જયારે આખું ઝાડ સુકાઈ જશે. કોઈ પણ ભોગે એ લોકોએ સોનુને ત્યાંથી કાઢી મૂકવો હતો. બંનેએ મળીને સોનુને એટલો હેરાન કર્યોકે તે ત્યાંથી ચૂપચાપ જતો રહ્યો. અને પહોંચી ગયો તેની શાળામાં.ત્યાં પણ બંપી શિક્ષક બની બેઠો હતો.
આંખ પર મોટા ચશ્માં ચઢાવી તે વિધાર્થીઓને શીખવાડતો હતો, ‘તમારી સ્વતંત્રતાને મુશ્કેલીમાં ન મૂકવી. જેટલા લોકો તમારી સાથે હશે એ બધામાં તમારો હિસ્સો પણ વહેંચાઈ જશે. ખાવાપીવાનું તો ઠીક, તમને રહેવાની પણ જગ્યા નહીં મળે. એટલે જ કહું છું કે બધા સાથે ભેગા રહેવું જ નહીં. સ્વતંત્ર જિંદગી જીવવી.’ બંપીનો પાઠ સાંભળી સોનુ સમજી ગયો કે બંપીએ ખોટી શિક્ષા આપીને વનના પ્રાણીઓને સ્વાર્થી બનાવી દીધા છે, પણ હવે કરવું શું?
વનનું એક પણ પ્રાણી સોનુની વાત સાંભળવા તૈયાર નહોતું. બસ, પછી તો કોઈને ખબર ન પડે એમ વનની બહાર એક મોટા ઝાડ નીચે સોનુ રહેવા લાગ્યો.
આમ, થોડા દિવસ પસાર થયા. અને એક દિવસ ધોધમાર વરસાદ પડતાં વનમાં ભયંકર પૂર આવ્યું. બધા પ્રાણીઓ વનની બહાર ભાગ્યા. સોનુ જયાં રહેતો હતો એ જગ્યા ઘણી ઊચી હતી. એટલે બધા પ્રાણીઓ એ જગ્યા પર પહોંચી ગયા. સોનુએ બધાની મદદ કરી. તેણે બધા જ પ્રાણીઓને આશરો આપ્યો. કેટલાક નાના પ્રાણીઓને સૂંઢમાં ઊચકીને ઝાડ ઉપર બેસાડી દીધા.
સોનુની આટલી મદદની ભાવના જોઈને બધા પ્રાણીઓના માથા શરમથી ઝૂકી ગયા. એ સમયે જ બંપી પણ ભાગતો-ભાગતો આવી પહોંરયો, પણ કોઈએ તેને બોલાવ્યો નહીં. કારણ કે બધા પ્રાણીઓ સમજી ગયા હતા કે બંપીએ તેની મીઠી-મીઠી વાતોથી સૌને સ્વાર્થી બનાવી દીધા, પણ સોનુને કારણે એક વાર ફરીથી તેઓ પહેલાં જેવા જ સંપીને રહેતા શીખી ગયા. સૌએ બંપીને વનની બહાર કાઢી મૂકયો અને સોનુનો સાચા દિલથી આભાર માન્યો.
[5]પ્રાણી એકતા ઝિંદાબાદ
જંગલમાં સિંહનું રાજ ચાલે. બધા પ્રાણી ગુલામ બની ગયાં હતાં. સિંહ ફાવે તેનો શિકાર કરતો. ફાવે તેમ જુલમ કરતો. બધાં પ્રાણીઓ તેનાથી ત્રાસી ગયાં હતાં.
એક દિવસ બધાં આરામ કરતા બેઠા હતા. ત્યારે શિયાળે ધીમે રહીને કહ્યું, ‘હવે તો આપણો દેશ પણ આઝાદ છે. લોકોનું રાજ ચાલે છે. તો પછી આપણે આ ગુલામી કયાં સુધી વેઠવાની?’
વરુએ શિયાળની વાતને ટેકો આપતાં કહ્યું, ‘સાચી વાત છે. આપણે સૌએ જાગવું જોઈએ. આજે જ નિર્ણય લઈએ કે આઝાદ થવા માટે શું કરવું!’ રીંછ, વાંદરા, સસલાં, હરણ, ભૂંડ વગેરે દોડતા આવ્યા. વાતો ચાલવા લાગી. એવામાં હાથી પણ આવ્યો. બધાં પોતપોતાની બુદ્ધિ પ્રમાણે રસ્તો બતાવવા માંડયા.
હાથીએ કહ્યું, ‘આપણે બધાં પહેલાં સિંહને મળીએ. તેને માંડીને વાત કરીએ. જો એ વાત નહીં માને નહીં સુધરે તો આપણે એની સામે બળવો કરીશું.’
હાથીની વાત બધાં પ્રાણીઓના ગળે ઊતરી. તેઓ સૌ ભેગા થઈને સિંહ પાસે ગયા. પ્રાણીઓનું ટોળું જોઈને સિંહ વિચારમાં પડી ગયો અને હસવા માંડયો.
શિયાળે નમ્રતાથી વાત શરૂ કરી, ‘સિંહરાજા, હવે અમે આઝાદ થવા માગીએ છીએ. તમારા રાજમાં અમે દુ:ખી-દુ:ખી થઈ ગયા છીએ. અમે તમને જંગલ છોડીને ચાલ્યા જવાની વિનંતી કરીએ છીએ.’
શિયાળની વાત સાંભળતા જ સિંહ તાડુકી ઊઠયો, ‘હું તમારી વાત માનવા તૈયાર નથી. હું તમારો રાજા છું. તમે મારા ગુલામ છો. આ જંગલમાં માત્ર મારું જ રાજ ચાલશે. તમે સૌ અહીંથી ચાલ્યા જાઓ. નહીંતર...’
પ્રાણીઓ પણ ગુસ્સે ભરાયા. સિંહ સામે જોઈને બોલ્યા, ‘પ્રાણી એકતા ઝિંદાબાદ!’, ‘અમારે સિંહ નહીં જોઈએ’, ‘જંગલ છોડી સિંહ ચાલ્યો જાય...’ વગેરે નારા લગાવતાં પ્રાણીઓ પાછાં વળ્યાં.
તેમણે ફરીથી સાંજે મિટિંગ ભરી. સૌમાં જુસ્સો હતો. એક સેના બનાવવામાં આવી. હથિયારો આવી ગયાં. સિંહ સામે લડવાની તૈયારી થઈ ગઈ. વાંદરાભાઈએ તીરકામઠું બનાવ્યું. રીંછે ભાલો બનાવ્યો. હાથીએ ગદા બનાવી. બકરાએ બનાવ્યો બોમ્બ. લડવાની પૂરી તૈયારી થઈ. શિયાળે બધું જોઈ તપાસી આગળ વધવાનો હુકમ કર્યો.
બીજાં પ્રાણીઓ પણ ત્યાં આવી ગયાં. કોઈકે હાથમાં પથ્થર તો કોઈકે લાકડાં લીધાં. ધીમે-ધીમે સેના સિંહના ઘર આગળ પહોંચી. સિંહ ખાઈપીને આરામથી સૂતો હતો. હાથીએ સૂંઢમાં રાખેલી ગદાને પછાડતાં સિંહ ઉપર તૂટી પડવાનો હુકમ આપ્યો.
સિંહ ગભરાઈ ગયો. આટલી મોટી સેના અને હથિયારો જોઈને તે નવાઈ પામ્યો. તે હાથ જોડીને ઊભો રહી ગયો, ‘પ્રિય પ્રાણીઓ, તમારી માગણી સાચી છે. તમારા સંપ અને એકતા આગળ હું નમું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું અહીંથી આજે જ મારા વતનમાં ચાલ્યો જાઉ છું. આજથી હું રાજા નથી. તમે આઝાદ છો.’
શિયાળ ચાલાક હતું. તેણે કહ્યું, ‘એમ મોઢાંની વાત ચાલે નહીં. લખાણ કરી આપો. લખાણ થયું. સહી-સક્કિા થયાં. સિંહની સહી અને તારીખ જોઈ લીધી. લખાણ લઈ પ્રાણી પાછા ફર્યા. સિંહ એ જ પળે જંગલ છોડી ચાલ્યો ગયો.
બધાં પ્રાણીઓ આનંદમાં આવી ગયાં. તોરણો બંધાવા લાગ્યાં. દારૂખાનું ફૂટયું. નાસ્તા-પાણી થવા લાગ્યાં. ‘આઝાદી અમર રહો’, ‘પ્રાણી એકતા ઝિંદાબાદ!’ના સૂત્રોથી જંગલ ગાજી ઊઠયું.
હાથીએ ચૂંટણીની યોજના સમજાવી. બધાં તૈયાર થયાં. હાથી, હરણ અને શિયાળ ચૂંટણીમાં ઊભાં રહ્યાં. હાથીને વધારે મત મળ્યા. હાથી જંગલનો મુખ્યમંત્રી બન્યો. શિયાળ, રીંછ, હરણ વગેરેને તેમની શકિત પ્રમાણે અન્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર પછી તો બધાં કોઈની પણ બીક વગર સુખ-શાંતિથી જંગલમાં રહેવા લાગ્યાં. હાથી પણ એક યોગ્ય મહારાજની જેમ પ્રજાની સંભાળ લેવા માંડયો. - ફિલિપ કલાર્ક
[6]સપનું સાચું પડ્યું
દહેગામમાં નાનકડી ખુશી તેના માતા-પિતા સાથે રહેતી હતી. સ્કૂલમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. બધા જ બાળકો ખુશખુશાલ હતા. કોઈ મામાને ધેર તો કોઈ ગામડે કે પછી દૂર પ્રવાસની મોજ માણવા જવા માંડયા હતા, પણ ખુશીની બહેનપણીઓ કયાંક ને કયાંક ફરવા ગઈ હતી. એટલે ખુશી ઉદાસ હતી.
તેના મામાની દીકરી હેસ્વી પણ તેના જેવડી જ હતી. એટલે ખુશીને તેની સારી કંપની રહેતી. થોડા દિવસો સુધી ગામમાં રહ્યા પછી છેવટે તેણે પપ્પાને કહ્યું, ‘પપ્પા, મારે મામાને ધેર જવું છે. મારી બધી બહેનપણીઓ વેકેશનમાં ફરવા ગઈ છે. મને પણ મામાને ત્યાં મૂકી આવો.’
બીજા જ દિવસે ખુશીના પપ્પા તેને શહેરમાં રહેતા મામાને ધેર મૂકવા ગયા. આખો દિવસ તે હેસ્વી સાથે રમતી. બંનેને બહુ મજા પડી ગઈ હતી. એક દિવસ હેસ્વીએ કહ્યું, ‘ખુશી, અમારે ત્યાંનું કાંકરિયા પહેલાં કરતા પણ બહુ જ સુંદર બનાવી દીધું છે. અને ટૉય ટ્રેનમાં બેસવાનો તો અદ્ભુત આનંદ છે. આજે સાંજે આપણે કાંકરિયા જવાનું છે. બહુ મસ્તી કરીશું. હોં ને!’ હેસ્વીની વાત સાંભળીને ખુશી ઝૂમી ઊઠી. સાંજે તેઓ કાંકરિયા પહોંરયા. બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, માછલીઘર જોયું. ચકડોળમાં બેઠા. અરે હા, વન ટ્રી હીલ ગાર્ડનમાં ફર્યા, દોડપકડ રમ્યા અને ડચના સ્મારકો પણ જોયા. કાંકરિયા ફરીને ઘરે પાછા ફર્યા પછી તો ખુશી પણ સપનું જોવા લાગી કે તેના ગામમાંય સુંદર મજાનો બગીચો હોય, ટૉય ટ્રેન દોડતી હોય તો તેના જેવડા બાળકોને કેવી મજા પડી જાય!
સપનું જોતાં-જોતાં જ તેનું વેકેશન પણ પૂરી થવાની તૈયારીમાં હતું. ખુશી તેના ઘરે પાછી ફરી. તેના માતા-પિતાને મામાના ઘરે જે જલસો કર્યોતેની માંડીને વાત કરવાની શરૂ કરી. ત્યાં જ પપ્પાએ તેને વચ્ચેથી અટકાવતા જ એક સરસ સમાચાર આપ્યા. તેમણે કહ્યું, ‘બેટા, મામાના ઘરે તને કાંકરિયા જોવાની મજા પડી ગઈ ને, પણ હવે આપણા ગામમાંય સુંદર મજાનો મોટો બગીચો બનવાનો છે. બોલ, છે ને ગુડ ન્યૂઝ! આટલા સારા સમાચાર સાંભળીને ખુશી રાજીના રેડ થઈ ગઈ. જે સપનું તેણે જોયું હતું તે સાચું પડવાનું હતું.
[7]ચાંદામામા, કેમ છો?
ચાંદામામાએ કહ્યું, ‘ચંદ્રયાન, મારો અને પૃથ્વીનો જન્મ સાથે જ થયો હતો. એવું કહેવાય છે કે ૪૬૦ કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો.અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા, પાણી કંઈ જ નથી. એટલા માટે જ પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે.
એક વખતની વાત છે. ઊચે આકાશમાં રહેતાં ચાંદામામા ભારતના ચંદ્રયાનની આતુરતાથી રાહ જોતા હતા. ઘણા દિવસો સુધી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવી ગયો અને તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમણે એક નાનકડું ચંદ્રયાન તેમની તરફ આવતું જોયું. ચંદ્ર ઉપર પહોંચતા જ ચંદ્રયાને ચાંદામામાને કહ્યું, ‘હેલો ચાંદામામા, કેમ છો?’
‘હું તો મજામાં છું. પણ અહીં અંતરિક્ષમાં બેઠાં-બેઠાં સાવ કંટાળી ગયો છું.’ ચાંદાએ પ્રેમથી ચંદ્રયાનને વાત કરી.
તો ચંદ્રયાને કહ્યું, ‘મામા, હું ભારતથી આવું છું. મને તૈયાર કરવા પાછળ અમારા વિજ્ઞાનીઓની તનતોડ મહેનત જવાબદાર છે. તેમની એ સખત મહેનતને કારણે જ આજે હું અહીં પહોંચી શકયું.’
ચંદ્રયાનની વાત સાંભળતાં જ ચાંદામામા હસી પડયાં. તેમણે કહ્યું, ‘હું જાણું છું કે તારે મારા વિશે ઘણી બધી માહિતી મેળવવી છે. મારા અંગે સંશોધન કરવું છે.’
પછી તો ચાંદામામાએ તેમની જાતે ચંદ્રયાનને માંડીને વાત કરતા કહ્યું, ‘ચંદ્રયાન, તું મારી વાત ઘ્યાનથી સાંભળ. મારો અને પૃથ્વીનો જન્મ સાથે જ થયો હતો. એવું કહેવાય છે કે ૪૬૦ કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો. પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે હું તેનું ચક્કર લગાવવા માંડયો. અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા, પાણી કંઈ જ નથી. એટલા માટે પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે. જો અહીં પણ હવા, પાણી હોત તો લોકો અહીં વસ્યા હોત.’ આટલું કહેતાં જ ચાંદામામા ઉદાસ થઈ ગયા.
ચાંદામામાને આમ ઉદાસ જોઈને ચંદ્રયાન ચૂપ થઈ ગયું. ચાંદામામાને એકલા મૂકીને જ ચંદ્રયાન ત્યાંની જમીનનું નિરીક્ષણ કરવા માંડયું. ચંદ્રયાને જોયું કે પૃથ્વી ઉપરથી દેખાતી ચળકાટવાળી સપાટી સાવ કાળી અને ગંદી હતી. ઊડી ખાઈ પણ હતી. ઊચા-ઊચા વિશાળ પહાડો પણ હતા. અરે, પેલો સૌથી ઊચો પહાડ ‘લિવનિજ’ પણ ચંદ્ર ઉપર દેખાયો. કમાન્ડરે વાત કરી હતી કે એ પહાડ પૃથ્વી પરના માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊચો છે. આ બાજુ ચંદ્રયાનની અંદર બેઠેલા અંતરિક્ષ યાત્રીનો મૂડ બહુ ખરાબ હતો.
સ્પેસ સૂટ કાઢીને તેણે ચંદ્ર ઉપર દોડવું હતું. અરે, એટલું જ નહીં ચંદ્ર ઉપરથી મોટેથી બૂમો પાડીને તેણે પોતાનો અવાજ પૃથ્વીવાસીઓને સંભળાવવો હતો. પણ વાયુમંડળ ન હોવાથી તેની ઈરછા અધૂરી રહી. જોકે, ચંદ્રયાનને કોઈ જ તકલીફ નહોતી. એ તો આરામથી ચાંદામામા સાથે વાતો કરતું હતું.
ચંદ્રયાને કહ્યું, ‘મામા, દિવસે તો તમે ખૂબ જ ગરમ થઈ જાઓ છો. તો પછી અમારા સુધી અજવાળું અને શીતળતા કેવી રીતે પહોંચે છે?’ તો ચાંદામામા કહે, ‘ચંદ્રયાન, તારી વાત સાવ સાચી છે. દિવસમાં હું ૧૦૦ ડિગ્રી સેિલ્સયસ સુધી સખત ગરમ થઈ જાઉ છું અને રાત્રે માઈનસ ૧૮૦ ડિગ્રી સુધી બિલકુલ ઠંડો પણ થઈ જાઉ. ખરેખર તો રાત્રે જે અજવાળું પૃથ્વી સુધી પહોંચે છે એ સૂરજનું અજવાળું હોય છે. તે અજવાળું મારી સાથે અથડાઈને પૃથ્વી સુધી પહોંચે છે.’
પછી ચાંદામામા હસતાં-હસતાં કહે, ‘પૃથ્વીવાસીઓ હજુ પણ મારા વિશે બહુ ઓછું જાણે છે. મારી પાસે ઘણી એવી અજાણી ધાતુઓ છે કે જે પૃથ્વી પર જોવા નથી મળતી. આવી જ એક ધાતુને વિજ્ઞાનીઓએ ‘આર્મલ કોલાઈટ’ નામ આપ્યું છે. આ નામ અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, એલ્ડિ્રન અને કોલિંસના નામના પહેલા અક્ષરને લઈને બનાવવામાં આવ્યું છે.’
ચંદ્રયાનનો કમાન્ડર સતત છ કલાક સુધી ચંદ્ર પર શોધખોળ કરતો રહ્યો. તેની પાસે એક રોબો કાર પણ હતી. એ કાર તેની મદદ કરતી હતી. તેણે ચંદ્ર પરની માટીના કેટલાક નમૂના લીધા. અને પાછો પૃથ્વી તરફ જવા લાગ્યો.
પૃથ્વી પર પાછા ફરતી વખતે ચંદ્રયાને કહ્યું, ‘ચાંદામામા આવજો. તમે ઉદાસ ન રહેતા. હું બહુ જ જલદી તમને મળવા ફરીથી આવીશ.’ એટલું સાંભળતા જ ચાંદામામાએ ચંદ્રયાનને હસતાં-હસતાં વિદાય આપી.
5 comments:
સરસ પણ વાર્તાનો સંદેશ જીવનમાં ઉતારવાનો દરેકે પ્રયત્ન કરવો જોઇએ.
I love Gujarati, Gujarati is Great! etle j koie kahyu chhe ke --Jyan jyan vase gujarati, tyan tyan sada kaal gujarat...
tari pase tarsyo kagdo varta 6e . hoy to upload kar.
NAVINPATEL9141@GMAIL.COM
Actually Gujrati na hruday ma Gujrati Bhasa ne jivant rakhe che, aa vartao.
But back ground Black colour vagar Copy-paste Or download thay avu hoy to saru.
Post a Comment