ઉદિત પંડિત દ્વરા સમયાંતરે...

આ બ્લોગ પેર નવા જોક્સ,ઉખાણા,મોબાઈલ એસેમેસ(gujarati in english),વીદુર નીતી,નવી નવી વારતાઓ આવી રહી છે.

બંધ આંખે હેતુ વાંચો છો તમે


રેતી દેખી સેતુ બાંધો છો તમે


સાત પગલાં ચાલવા છે એટલે


સાવ ટૂંકો પંથ માંગો છે તમે


- ચિનુ મોદી
એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતીદર્દને ગાયા વિના રોયા કરો

જિંદગી માણ્યા વિના ખોયા કરો

બીક લાગે કંટકોની જો સતત

ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
- કૈલાસ પંડિત

ચાંદનીની રાહ એ જોતું નથી

આંગણું એકાંતને રોતું નથી

રાત પાસે આગિયા પણ હોય છે

એકલું અંધારું કાંઈ હોતું નથી
- કૈલાસ પંડિત

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.

પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?

એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.
- મેહુલસહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.

કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.

જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.
- શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ

શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ

મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?

થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
- ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,

છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;

કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,

દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.
- શૂન્ય પાલનપુરી “ખૈયામ”


કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા

3 comments:

Anonymous said...

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.

પાનખરનો અંચળો ઓઢી (બહારો) કાં રૂએ?

એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.
- મેહુલ
baharo ni jagya a (vasant) na hovu joeye ?

Post a Comment

Web Statistics