ઉદિત પંડિત દ્વરા સમયાંતરે...

આ બ્લોગ પેર નવા જોક્સ,ઉખાણા,મોબાઈલ એસેમેસ(gujarati in english),વીદુર નીતી,નવી નવી વારતાઓ આવી રહી છે.

જોક્સ


ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?
વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે


બેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ ?
પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતા - સરસ, પણ વિષય કયો હતો ?
પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.


અજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે - પપ્પા શું છે ?
તેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો.
અજય બોલ્યો - પપ્પા, હું સમજી ગયો.
મમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે




શિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે ચપટી ?
સોનુ - દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી,
મારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે


મનુ :"આજે સવારે મારો દાંત સખત દુખતો હતો,માટે મારે ડોક્ટર ને ત્યાં જવું પડ્યું.

નનીયો:'દાંતમાં હજુ દુખાવો થાય છે?

મનુ:ખબર નહી,કારણ કે એ દાંત તો ડોક્ટરે રાખી લીધો.

આ જોકસ મોકલનાર ગુજરાત ના મોટા લેખક છે.

gujarati123 એમનો ખુબ આભાર માને છે.



બંટા સિંહે સાયકલની દુકાન કરી અને પેહેલો જ ઘરાક કરસન કડકો.

'મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ છે.'કરસન બોલ્યો.

વાંધો નહીં, બંટા સિંહે કહ્યું.'પેહેલા હેંડલ લઈ જવું છે કે પેંડલ.

આ જોકસ મોકલનાર મનુ ભાઈ નો gujarati123 ખુબ આભાર માને છે.


દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!


એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’


માસ્તર:માનવ કેમ મોડો પડ્યો?

માનવ:મારા નાના ભાઈએ ને વાળ કપાવા લઈ ગયો હતો.

માસ્તર:આ કામ તારા પપ્પા કરી શક્યા હોત.

માનવ:મારા પપ્પા કરતા હજામ વાળ સારા કાપે છે.



શિક્ષક:'આજે મારે તમાર સૌનું જી.કે તપાસવું છે.બોલો, દુનીયાનું સૌથી તેજ દોડવાવાળુ પ્રાણી કયું છે?'

મનુ:'ચીત્તો...અને માણસ પણ...જો ચિત્તો પાછળ દોડે તો......'



અલ્યા "મનીયા" માસ્તરે પુછ્યું"જો તારા બાપા ને 50 રુપીયા ધોબીને ,243 રુપીયા વાસણ વાળા ને

212 દુધવાળાને આપવા ના હોયે તો તારો બપો શુ કરે?

મનીયા એ જવાબ આપ્યો "કશું નહીં સાહેબ મારા બાપા ઘર બાર છોડી ને ભાગી જાય.



મુવી ડિરેક્ટર કહેઃ હવે તારે આ સીનમા ૧૫મા માળથી કુદવાનુ છે.

બીચારો નવો એક્ટરઃ પણ સર જો મને કંઇ થઇ ગયું તો?

ડિરેક્ટરઃ અરે ચીંતા ના કર, આ મુવીનો છેલ્લો સીન જ છે.



મનુ ને માનવ પાન-માવો ખાવા ગ્યાતાં એવામાં રાવણ સાયકલ લઇને નમન નું

અપહરણ કરવાં આવ્યો...

નમન બી ને જલ્દી-જલ્દી cell માં થી મનુને misscall માર્યો (મનુ RIM

to RIM free કરાવેલું હતું...)

મનુ હામો માર્યો (call) ... "Hey Sweet friends wts up??"

નમન: "Sweet friend ની તો .......... કવ ઈ ન્યાં .......... આંય તારો કાકો

ગુડાણો છે મને લૈ જાવા......."

મનુ: "હુ વાત કરેસ? પાછો??? પાછું ઓલું પીલેન લૈને.......?"

નમન: "ના રે હુ તમેય તે... પેટ્રોલ પોહાય ??? આ ફેરી તો સાયકલ લૈ આયો

સે..."

મનુ: "લે ગાંડી તો હુ ચીંતા કરેસ .. ?? એને ડબલમાં નથી આવડતી ... !!!




રામ: યાર, મને લાગતું હતું કે આ દુનિયામાં હું જ મૂર્ખ છું.શ્યામ: કેમ શું થયું?રામ: કાલે મેં મારી પત્નીને કાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.શ્યામ: તો શું થયું? રામ: આજે કાશ્મીરથી ફોન આવ્યો કે તેણે સફરજન ખરીદી લીધાં છે.



પપ્પા :જી, તારે ગણીત મા કેટલા ગુણ આવ્યા.
જી : ભાઈ કરતા દસ ઓછા.
પપ્પા : ભાઈ ને કેટૅલા ગુણ આવ્યા.
જી : ભાઈને દસ ગુન આવ્યા.


એકટર: ડિરેકટર સાહેબ આ ફિલ્મમાં મારો રોલ એક ગાંડાનો છે. તેમાં સારામાં સારી એકિટંગ કરવા મારે શું કર?ડિરેકટર: કંઈ નહીં. તે માટે તારે કંઈ કરવાની જરૂર નથી. તું બિલકુલ એવો જ છે જેવો તને રોલ મળ્યો છે.


રમેશ : અમારાં લગનને દોઢ વર્ષ થઇ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી
.મદન : બહુ સારું, પણ એવું કેમ?
રમેશ : તેને પસંદ નથી કે જયારે તે બોલતી હોય ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે

હું કાર ચલાવી રહ્યો હતો ત્યારે મેં એક જગ્યાએ બોર્ડમાં લખેલું વાંરયું કે અહીં કાર પાર્ક કરવા માટે વિચાર કરવો નહીં, એટલે મેં વગર વિચાર્યે કાર પાર્ક કરી દીધી.

ટોમી કુતરો સાવ નાનકદા ભોલુનો હાથ અને મોઢું ચાટતો હતો.
ત્યાં તો ભોલુનો ભાઈ ભોપુ જોઈ ગયો અને ગભરાઈ તેણે જોરથી બુમ મારી.
મમ્મી:અરે કુતરું કરડ્યું કે શું?
ભોપું:ના મમ્મી,હજું તો એ ચાટીને જોઈ રહ્યો છે.


ન્યાયાધીશ:તેં હજુ બે દીવસ પહેલાં જ 100 રુપીયાની ચોરી કરી હતી.અને આજે ફરીથી ચોરી કરી.તને શરમ નથી આવતી?
ચોર:જજસાહેબ,આટ્લી મોંઘવારીમાં 100 રુપીયા કેટલા દીવસચાલે?


રાજુ અંકલ:ઓ ભાઈ,જરા ઉભા રહો,ટાઈમ શું થયો છે?
મુસાફર:સાડા સાત.
રાજુ અંકલ:વાત શુ છે!મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ બતાવે છે.


નેતા:ભુતકાળને ભુલીને ભવીશ્ય અંગે વીચારીશું તો જ દેશની પ્રગતી થસે.
એ સમયે અચાનક કોઈક બોલ્યું,'તમે મારી પાસેથી ભુતકાળમાં હજાર રુપીયા ઉછીના લીધા હતા.એ મને પાછા આપવાનું ભુલી ન જતાં.'


ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે?મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વીઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?


->ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !


બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !


શિક્ષક (વિદ્યાર્થીને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’વિદ્યાર્થી : ‘સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.’શિક્ષક : ‘કઈ રીતે ?’વિદ્યાર્થી : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’


ટીનુ : ‘મમ્મી, 1 રૂપિયો આપ ને… બિચારો ડોસો ક્યારની બૂમો પાડે છે.’મમ્મી : ‘એ શું કહે છે ?’ટીનુ : ‘એ કહે છે.. ફુગ્ગાની કિંમત ફક્ત એક રૂપિયો….



ડૉક્ટર (દર્દીને) : ‘મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?’દર્દી : ‘તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.’ડૉક્ટર : ‘કેમ ?’દર્દી : ‘બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…’



શેઠાણી : ‘આમ ભીખ માગે છે એના કરતાં મહેનત કરતો હોય તો !’ભિખારી : ‘મહેનત તો કરું જ છું ને ?’શેઠાણી : ‘એ કેવી રીતે ?’ભિખારી : ‘આ જુઓને… તમારી પાસેથી પૈસા કઢાવવા કેટલી બધી મહેનત કરવી પડે છે.’



શાંતાબહેન પિયર ગયા હતા. શાંતિલાલના અનેક પત્રો છતાં વિલંબ કરતા હતા. છેવટે શાંતિલાલે એક યુક્તિ કરી. તેણે શાંતાબહેનને પત્ર લખ્યો કે : ‘સામેવાળા સરલાબેન મારું બહુ ધ્યાન રાખે છે. રોજ ગરમ રસોઈ જમાડે છે. અને જે કંઈ જોઈતું હોય તે આપી જાય છે…’ટપાળ મળતાં જ શાંતાબહેન ઘેર આવવા રવાના થયા !


‘મારા પુત્રના બંને લગ્ન નિષ્ફળ નીવડ્યાં.’‘કેવી રીતે ?’‘તેની પહેલી પત્ની કોઈની સાથે ભાગી ગઈ… અને આ બીજી કોઈની સાથે ભાગી જતી નથી !’


પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી હતી કે તમે મારા માટે કંઈ ભેટસોગાદ લાવતા નથી. કે મને ક્યારેય ફરવા લઈ જતા નથી. એક દિવસ પતિને થયું કે ખરેખર મારે એની માટે કંઈ લઈ જવું જોઈએ. એણે સાડી પેક કરાવી અને પત્ની પાસે જઈને કહ્યું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે આજે સાંજે ફરવા જઈએ…’પત્ની : ‘હાય… હાય… આજે આ મુન્નો દાદરેથી પડી ગયો…. બેબી દાઝી ગઈ… અને એ એટલું ઓછું હતું કે તમે પાછા પીને આવ્યા ?’




નેતા : ‘તું બેરોજગારીનો અંત આણીશ એમ કહે છે.’ઉમેદવાર : ‘હા, સર.’નેતા : એને માટે તે શું યોજના વિચારી છે ?’ઉમેદવાર : ‘પુરુષોને હું એક ટાપુ પર મોકલીશ. સ્ત્રીઓને બીજા ટાપુ પર મોકલીશ.’
નેતા :ત્યાં તેઓ શું કરશે ?’ઉમેદવાર : ‘બોટ બનાવશે !



શિક્ષક:મનુ બોલ તો,આ ઈંડુ પડયુ છે તેમાંથી બછુ કેવી રીતે નિકળશે?
મનુ: સાહેબ,પેહલા મને એ કહો કે બચ્ચુ ઈંડામાં ક્યાંથી ગયું.
ત્યાં તેઓ શું કરશે ?’ઉમેદવાર : ‘બોટ બનાવશે !’

    Web Statistics