ઉદિત પંડિત દ્વરા સમયાંતરે...

આ બ્લોગ પેર નવા જોક્સ,ઉખાણા,મોબાઈલ એસેમેસ(gujarati in english),વીદુર નીતી,નવી નવી વારતાઓ આવી રહી છે.

ઉખાણા

[1]
સોના રુપાના દાગિના,
ઘદવાનું કરે કામ;
મોં માગ્યા દામ માગે,
એનું નામ શું કહેવાય?

જવાબ=સોની


[2]
રન્ધો કરવત લએને બેસે,
કરે લાકદાનું કામ,
બારે બારના સુંદર બનાવે,
તો કહો એ શું કહેવાતય?

જવાબ=શુથાર


[3]
તાપ,ટાઢ,પાનિ સામે,
રક્શન કરવાનું કામ,
બુટ ચંપલ બનાવે જે,
કહે દો એનું નામ.

જવાબ=મોચી

[4]

ઈટો ઉપર ઈટો ગોઠવી,
કરે ચણતરનું કામ,
ઓળંબાથી માપ લે,
તો કહો એનું નામ.

જવાબ=કડિયો

[5]

કાતરથી કટ કટ કાપે,

સિલાઈનું કરે કામ,

નાના-મોટા સહુને માપે,

તો બોલો એ કોણ કહેવાય?

જવાબ=દરજી

[6]

ધરતી, સીમ, સેઢા ખૂંદી,

કરે ખેતીનું કામ,

જગતનો એ તાત સાચો,

તો ઝટપટ એનું નામ આપો.

જવાબ= ખેડૂત

[7]

લોઢું ટીચી ઘાટ ઉતારે,
ધણ મારવાનું કામ,
ઓજારો અવનવા બનાવે,
તો બોલો એનું નામ.

જવાબ=લુહાર

[8]
અવાજ ટ્પ  ટ્પ  થાય,
હળવે હાથે ઘડાય,
સૌ જણ સ્વાદે ખાય,
કોણ રોટલીનો
ભાઈ થાય?

જવાબ=રોટ્લો 

[9]  
રંગે,રુપે એક સમી છે,
પણ સ્વાદે દુધથી ઘણી જુદી વછે,
દહીંમાંથી એ મળી છે,
ધરતીનું અમ્રુત કહી છે.

જવાબ=છાશ 

[10] 
તાજી લીલી સારી છે,
જીણી જીણી સમારી છે,
તેલ મહીં વધારીને,
ખાઓ તો એ ગુણકારી છે.

જવાબ=ભાજી

[11]
દુધ બગડતા ચીજ બને,
નવીન નવલા સ્વાદ ધરે
એની બની વાનગી
સૌને ગમે,
કહો શ્રીખંડ લસ્સી
શાથી બને?

જવાબ=દહીં 



બિજા ઉખાણા આવી રહ્યા છે.





21 comments:

Brij said...

હું જતો તો એ બેઠો તો હું બેસી ગયો એ પેસી ગયો!

Unknown said...

60.નખ
50 ઉપર
10 નીચે
6 આંખો
4 ખુલ્લી
2 બંધ

Unknown said...

મગજ કસી ને જવાબ આપો
"""""""""""""""""""""""""""""""""""
*જજ* નો છોકરો *ચોર* છે
અને
*વકીલ* ચોર નો *બાપ* છે

આ *જજ* અને *વકીલ*
નો સંબંધ શું થાય. .?

જવાબ આપશો plz fast ans .

મયંક said...

જોયા વગર ચાલે છે અને આંખ વગર રડે છે એ શું

Unknown said...

ભીખારી નથી તોય પૈસા માગે છે . છોકરી નથી તોય પર્શ રાખે છે . પૂજારી નથી તોય ઘંટડી વગાડે છે. બોલો કોણ એ?

Unknown said...

ચાર ખુણાના નગર બન્યા ચાર કુવા વગર પાણી કાળા ધોરા 18 ચોર બેઠા લઈ ને એક રાણી આવ્યા એક સફેદ પોલીસ બધાને મારી મારી કુવામાં નાખ્યા ???

Unknown said...

ચાર ખુણાના નગર બન્યા
ચાર કુવા વગર પાણી
કાળા ધોળા 18 ચોર બેઠા
લઈ ને એક રાણી
આવ્યા એક સફેદ પોલીસ
બધાને મારી મારી કુવામાં નાખ્યા ???

Koi jawab aavde to janavo

Unknown said...

મારા મા શહેર છે પણ વસ્તી નથી પહાડો છે પણ વૃક્ષો નથી નદી છે પણ પાણી નથી બોલો હું કોણ

Unknown said...

એક સાથે જેમા ઘણા દીવા રાખી શકાય તેવુ કાચંનુ શુસોભન

Post a Comment

Web Statistics